VIDEO: PM મોદી અને જર્મન ચાન્સેલર સાથે ચરખો કાંતતા જોવા મળ્યા
ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી
ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો સૌથી યાદગાર પ્રસંગ ત્યારે રહ્યો જ્યારે બંને નેતાઓ લત્તા બેન સાથે ચરખો કાંતતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને જર્મન ચાન્સેલરને સમજાવ્યું હતું કે આશ્રમમાં કેવી રીતે નિયમિતપણે સૂતર કાંતવામાં આવે છે અને તેમાંથી બનેલા દોરા દ્વારા ખાદીનું કાપડ તૈયાર થાય છે.




