Video: પાટડીમાં ઢીંચણ સમાણા પાણીમાંથી નનામી કાઢવા લોકો બન્યા મજબુર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જે
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેનો નિકાલ ન થવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીંચણ સમા પાણીમાંથી નનામી કાઢવા લોકો મજબુર બન્યા છે.
લોકોમાં તંત્રની કામગીરી પર ભારે રોષ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનાથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુદ્ધિ આ ભરાયેલા પાણીના નિકાલ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લક્ષ્મીનગર વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ છે. દર્દીને ઝોલીમાં નાખી અને મહોલ્લાની બહાર લાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ટેક્સ ભરતી પ્રજાને નગરપાલિકા સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે.


