Video : જીવના જોખમે ટાયર પર બેસી નદી પાર કરવા મજબુર ઘેડની જનતા, AAP નેતા પ્રવીણ રામે તંત્રને આડેહાથ લીધા
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રવીણ રામ ઘેડા જિલ્લાની પીડા અને વે
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રવીણ રામ ઘેડા જિલ્લાની પીડા અને વેદનાને ઉજાગર કરવા 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે. 11મા દિવસે પાદરડી ગામમાં તેમણે મોટો ઘટસ્ફોટ કરીને ભાજપ સરકાર અને તંત્રની લાપરવાહીને ખુલ્લી પાડી. નદી પર 2 વર્ષ પહેલાં તૂટેલા પુલની મરામત ન થવાથી ખેડૂતો જીવન જોખમે વાયર અને ટાયર પરથી નદી પાર કરી રહ્યા છે, અનેકવાર રજૂઆતો છતાં કોઈ અધિકારી કે ભાજપ નેતા આવ્યા નથી.
પદયાત્રા દરમિયાન આ ખબર મળતાં પ્રવીણ રામ સીધા પાદરડી પહોંચ્યા અને જીવન જોખમે ટાયર પરથી નદી પાર કરી. તેમણે કહ્યું, "દેશ આઝાદ થયા આટલા વર્ષો પછી પણ મહિલાઓ બાળકો અથવા ઘાસચારાની ભારીઓ લઈને આ રીતે જીવન જોખમે નદી પાર કરે છે. આ છે ભાજપના રાજમાં ગુજરાતનું વિકાસ મોડલ!"
તંત્રએ તત્કાલિક આ પુલનું કામ ના કર્યું અને ખેડૂતોને આ રીતે નદી પસાર કરવામાં કઈ પણ થયું તો અધિકારીઓને કોર્ટના દરવાજે ઢસડી જવાની તેમજ ઓફિસે જઈ જવાબદાર અધિકારીઓ સામે મોરેમોરો મારવાની આપ નેતા પ્રવીણ રામે ચીમકી આપી.
ગોપાલભાઈ ઇટાલિયા પણ પદયાત્રામાં જોડાશે અને બાલાગામમાં સભા સંબોધશે.





