VIDEO: મોરવાહડફની હડફ નદીના ધસમસતા પાણી પાસેથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ પસાર થવા મજબૂર, રેલિંગ નાખવાની માંગ ઉઠી
VIDEO: પંચમહાલ જિલ્લામાં આવેલા
VIDEO: પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા હડફની હડફ નદી બાજુએથી રાહદારીઓ તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે. હડફ નદીના ધસમસતા પાણીના પ્રવાહને લીધે નદી પાસેથી પસાર થવામાં વિદ્યાર્થીઓને ભય રહેતો હોય છે. હડફ ડેમમાંથી પાણી છોડાતા આસપાસના સ્થાનિકો અને વાહન ચાલકોને ભય ઉભો થતો હોય છે.
કૉલેજ તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઈડમાં રેલિંગ નાખવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોની માંગ છે. આ અંગે મોરવાહડફના ધારાસભ્ય અને તંત્ર પાસે તાત્કાલિક રેલિંગ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કૉલેજમાં જવા માટેનો એક જ માર્ગ હોવાથી વિદ્યાર્થીઓને નદીમાં પડી જવાનો ભય રહેતો હોય છે.



