Video: ભારે વરસાદથી અનેક યાત્રીઓ પાવાગઢમાં ફસાયા, ભોજનશાળા અને યજ્ઞશાળાએ આપ્યો આશરો
પંચમહાલ જિલ્લાના હાલોલ અને પાવાગઢ વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ભારે ગાજવીજ સાથે મુશળ
પંચમહાલ જિલ્લાના હાલોલ અને પાવાગઢ વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડતાં માતાકાળીના દર્શનાર્થીઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, જેના કારણે તેમના માતા-પિતા પણ ચિંતિત બન્યા. સ્થાનિક લોકો અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના સ્વયંસેવકોએ તરત જ યાત્રિકોને સુરક્ષિત આશરો આપ્યો, જેથી કોઈ અકસ્માત ન બને.
ડુંગરની ટોચ પર આવેલી ભોજનશાળા અને યજ્ઞશાળામાં સેંકડો યાત્રિકોએ આશરો લીધો. આખી રાત ચાલેલા વરસાદ અને ગર્જનાને કારણે યાત્રિકોની હાલત કફોડી બની હતી.


