મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે 12 લોકોનું કર્યું રેસ્ક્યું

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હો

 ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરતમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં કેન્સરના વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. આગના બનાવે પગલે ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયરના જવાનો દ્વારા 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.  મહિલાકર્મી બહાર આવતા જ ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડી હતી

ફાયર વિભાગે બે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી 12કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું, મહિલાકર્મી બહાર આવતા જ ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડી હતી. તો બીજી તરફ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના નવનિર્મિત કેન્સર વિભાગ આગ લાગવાની ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી હતી, મળતા અહેવાલ પ્રમાણે  શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, ચારે બાજુએ ફેલાયેલા ધૂમાડાને કારણે અંદર ફસાયેલા 12 કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો