VIDEO : ફોગિંગ માટે ફાળવેલા ૧૨ કરોડના બજેટ સામે વિપક્ષના સવાલ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવવા માટે કરવામ


અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવવા માટે કરવામાં આવતી ફોગિંગની કામગીરીના ખર્ચને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આ વર્ષે ફોગિંગની કામગીરી માટે મનપા દ્વારા 12 કરોડનું તોતિંગ બજેટ મંજૂર કર્યું છે... જેને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે બજેટ વધારાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ગત વર્ષે 10.94 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, જેમાંથી 5.57 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. અગાઉ શહેરમાં 19 લાખ 34 હજાર 400 ઘરો હતા, જે વધીને 22 લાખ 88 હજાર 500 થયા છે. મકાનોની સંખ્યા વધતાં કામગીરી માટે મેનપાવર પણ વધ્યો છે..બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ આ કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી કહ્યું કે, વસ્તી અને મકાનોના વધારાના બહાના હેઠળ માત્ર કોન્ટ્રાક્ટરોના રૂપિયા વધારવામાં આવી રહ્યા છે..




