મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ: દધીચિ બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના દધીચિ બ્રિજ પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ

અમદાવાદના દધીચિ બ્રિજ પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓ ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે એક યુવાન અચાનક બ્રિજની લોખંડની જાળી પર ચઢી ગયો હતો. સદનસીબે તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની નજર યુવક પર પડતા તેમણે તાત્કાલિક ગાડી ઉભી રખાવી હતી. ધારાસભ્યએ યુવક સુધી પહોંચીને તેને પ્રેમપૂર્વક અને ધીરજથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની સમયસૂચકતા અને મક્કમતાને કારણે આખરે યુવકને નીચે ઉતારવામાં સફળતા મળી હતી અને તેનો જીવ બચી ગયો હતો. ધારાસભ્યએ યુવકને શાંત પાડ્યા બાદ વધુ કાર્યવાહી માટે તેને તાત્કાલિક સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.

આ સમાચાર શેર કરો