VIDEO:અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો પ્રહાર, જામતાડા ગેંગના 3 સાગરીતો ઝડપાયા
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય જામતાડા ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી મોટી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય જામતાડા ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ શંકાસ્પદ APK ફાઈલો મોકલી લોકોના મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવીને ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેતી હતી. સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન છેતરપિંડીના અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે, જે પોલીસ માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવે છે. સાયબર ક્રાઈમની આ કાર્યવાહીથી ડિજિટલ છેતરપિંડી કરતા અન્ય ગઠિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.


