મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદમાં લૂંટ અને ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદના ખાડિયામાં વર્ષ ૨૦૨૪માં ફતાશાની પોળમાં થયેલી કરોડોની લૂંટ અને ફાયરિંગના કેસમાં

અમદાવાદના ખાડિયામાં વર્ષ ૨૦૨૪માં ફતાશાની પોળમાં થયેલી કરોડોની લૂંટ અને ફાયરિંગના કેસમાં ઝોન-૩ એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી દીપક બૂકેરની ધરપકડ કરી છે. ૧૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ આરોપીએ વેપારીની દુકાનમાં ઘૂસી ૧.૫૧ કરોડની લૂંટ ચલાવી હતી અને વિરોધ કરનાર દુકાનદારને પગમાં ગોળી મારી હતી. તપાસ દરમિયાન આ જ આરોપીએ જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરે કરેલી ૧૫ લાખની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. સટ્ટામાં ૨૫ લાખનું દેવું થઈ જતાં આરોપીએ આ ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી અન્ય ગુનાઓ અંગે તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો