VIDEO: પાટણમાં 398 કરોડના સાયબર કૌભાંડમાં વધુ એક ધરપકડ
પાટણ જિલ્લામાં સામે આવેલા 398 કરોડના સાયબર કૌભાંડમાં પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ કેસમાં અત્યા

પાટણ જિલ્લામાં સામે આવેલા 398 કરોડના સાયબર કૌભાંડમાં પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ કેસમાં અત્યાર સુધી 25થી વધુ બેંક એકાઉન્ટ ધારકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસ દ્વારા નોંધાયેલી FIRમાં 15થી વધુ લોકોના નામો ખુલ્યા છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ બાદ વધુ એક આરોપી ઝડપાયો છે. વારાહીના કોલસા દલાલ હર્ષદ ઠક્કરની પાટણ પોલીસે ધરપકડ કરી હતી. તેના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં હવે તેને જેલ હવાલે મોકલવામાં આવ્યો છે. તેની મિલ્કતોમાં રોકાયેલા નાણાં અંગે પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર કેસમાં વધુ ખુલાસાની શક્યતા છે.




