VIDEO: પાટણમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા ભાડે મેળવી ચાલતું કૌભાંડ ઝડપાયું
પાટણમાં છેલ્લા ચાર વર્ષથી બેંક ખાતાઓ ભાડે મેળવી સાયબર ફ્રોડ ચલાવતું

પાટણમાં છેલ્લા ચાર વર્ષથી બેંક ખાતાઓ ભાડે મેળવી સાયબર ફ્રોડ ચલાવતું મોટું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે. હર્ષનગર વિસ્તારમાં રહેતા નિલેશ રાઠોડના ઘરેથી દરોડા દરમિયાન 41 પાસબુક, 39 ચેકબુક, 47 ATM કાર્ડ અને 9 મોબાઇલ સિમકાર્ડ સહિત મોટી સંખ્યામાં બેન્કિંગ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તપાસમાં ગોવામાં સ્થાયી થયેલા ચેતન ઠક્કરની સંડોવણી પણ સામે આવી છે. નિલેશ રાઠોડ ભાડે મેળવેલા ખાતાઓની વિગતો ચેતન ઠક્કરને મોકલતો હોવાનું ખુલ્યું છે. પોલીસે નિલેશની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




