મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રથયાત્રામાં ભક્તો માટે સવા લાખ પ્રસાદીના ઉપરણા તૈયાર

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જેમાં ભક્તોને પ્રસા

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, જેમાં ભક્તોને પ્રસાદ રૂપે આપવા માટે કેસરીયા રંગના ઉપરણા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે એક મહિના અગાઉથી 40 હજાર મીટર કાપડમાંથી અંદાજે સવા લાખ જેટલા પવિત્ર ઉપરણા તૈયાર કરાય છે.આ પ્રસાદ પાછળ બે કથાઓ પ્રચલિત છે. એક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણની આંગળીમાં ઈજા થતાં દ્રૌપદીએ ચીર ફાડીને પાટો બાંધ્યો હતો. બીજી કથા અનુસાર મોસાળમાં લાડ-લડાવવાને કારણે પ્રભુની આંખો આવતાં ઉપરણાના પાટા બાંધવામાં આવ્યા હતા. રથયાત્રામાં મગ, કાકડી અને દાડમ સાથે આ પવિત્ર ઉપરણાનો પ્રસાદ લાખો શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો