VIDEO:અમદાવાદઃ 29 જૂને ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા યોજાશે
આગામી 29 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાનો આ મહત્વનો પ્રસ

આગામી 29 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. રથયાત્રા પહેલાનો આ મહત્વનો પ્રસંગ છે ત્યારે મંદીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમંત્રણ પત્રિકા તૈયાર કરી દેવામાં આવી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો જળ યાત્રા માં ઉપસ્થિત રહેશે. 108 કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરી ભગવાનનો અભિષેક કરવામાં આવશે.જળયાત્રામાં હાથી, ઘોડા, પાલખી અને ભક્તોની વિશાળ શોભાયાત્રા નીકળશે.હાલ નદી ખાલી છે ત્યારે સાબરમતી નદીમાં નવા નીરની વ્યવસ્થા અંગે પણ પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું


