મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:જગન્નાથ રથયાત્રા: ભગવાનના ત્રણેય રથના 6 પૈડાં બદલાશે, 3 વર્ષ પહેલાં જ નવા રથ બનાવાયા હતા

અષાઢી બીજના દિવસે ભગવાન જે રથ પર આરુદ થઈને

 અષાઢી બીજના દિવસે ભગવાન જે રથ પર આરુદ થઈને નગરચર્યાએ નીકળશે તે ત્રણેય રથનાં કુલ 6 પૈડાં બદલાશે. નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથના આગળના ભાગનાં બે બે એમ કુલ 6 પૈડાં બદલવામાં આવશે. માત્ર 3 વર્ષ પહેલાં જ 400 ક્વિન્ટલ ઘનકુટ સાગ અને 150 ઘનકુટ સિસમ લાકડાંથી નવા રથ તૈયાર કરાયા હતા. તેમ છતાં યાત્રા દરમિયાન રથના વજન અને ભારને કારણે પૈડાંમાં વધારે ઘસારો થતો હોવાથી સાવચેતીના ભાગરૂપે પૈડાં બદલવાનો નિર્ણય લેવાયો.પરંપરા મુજબ રથનું માળખું સાગના લાકડાંથી અને પૈડાં બાવળ તથા લાડુગીની લાકડાંથી બને છે. એક પૈડાનું વજન અઢી ટન જેટલું હોય છે. નિષ્ણાત કારીગરો દ્વારા નવા પૈડાં બનાવવાની કામગીરી ચાલુ છે જેથી રથયાત્રા સુરક્ષિત અને વિઘ્નરહિત પૂર્ણ થાય.

આ સમાચાર શેર કરો