Rajkot: ટ્રાફિક વ્યવસ્થાના નામે ઉઘરાણા! વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ
રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના બદલે ઉઘરાણા કરવામાં જ મશગૂલ હોય તેવા ટ્રાફિક વોર્ડનનો
રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના બદલે ઉઘરાણા કરવામાં જ મશગૂલ હોય તેવા ટ્રાફિક વોર્ડનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શહેરની આજીડેમ ચોકડી પાસે વાહનચાલકોને ખોટી રીતે રોકીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક નિયમનના બદલે વોર્ડનને માત્ર ઉઘરાણામાં જ રસ છે. મહત્વનું છે કે, આ વિસ્તારમાં વોર્ડનોના ત્રાસ અને ઉઘરાણા મુદ્દે અગાઉ પણ આજુબાજુના 15 જેટલા ગામોના લોકોએ પોલીસ કમિશનર કચેરીએ રૂબરૂ જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. વારંવારની ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે હવે ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ વોર્ડન સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.




