મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચાલુ ઈ-બસમાં ડ્રાઈવરનો વીડિયો વાયરલ: વડોદરા પાલિકા એક્શનમાં

વડોદરા મહાનગરપાલિકાને તાજેતરમાં મળેલી ૩૦ નવી ઈ-બસો પૈકી એક બસના ડ્રાઈવરનો ચાલુ

વડોદરા મહાનગરપાલિકાને તાજેતરમાં મળેલી ૩૦ નવી ઈ-બસો પૈકી એક બસના ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાહેર પરિવહનને આધુનિક અને પર્યાવરણમૈત્રી બનાવવા શરૂ કરાયેલી આ સેવામાં ડ્રાઈવરની આવી ગંભીર બેદરકારી સામે આવતા જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદાર ડ્રાઈવર વિરૂદ્ધ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો