મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO: નવસારીમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: ચાલુ વરસાદે રોડ બનાવવાનું કૌભાંડ

નવસારી શહેરમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ટાટ

નવસારી શહેરમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ટાટા સ્કૂલથી વેરાવળ જતા મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદની વચ્ચે જ રોડ બનાવવાની કામગીરી ધમધમી રહી છે. નવાઈની વાત એ છે કે, સિમેન્ટમાં સીધી માટી અને કપચી મિક્સ કરીને હલકી કક્ષાનું લોલંલોલ ચલાવવામાં આવી રહ્યું છે. ચોમાસું શરૂ થવાના ચાર મહિના પહેલાથી આ રોડનું કામ શરૂ કરાયું હતું, છતાં સમયસર પૂરું ન થતાં હવે ચાલુ વરસાદે ભ્રષ્ટાચાર આચરાતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મહાનગરપાલિકા દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરોને કડક તાકીદ કરવા છતાં, કોન્ટ્રાક્ટરે તંત્રના આદેશોને ઘોળીને પી લીધા છે.

આ સમાચાર શેર કરો