મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વાંસદાના ઘોડમાળ ગામની કન્યા છાત્રાલયની ગૃહમાતાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થિનીઓ પાસે ડાંગર રોપાવ્યાં

Navsari News : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી ઘોડમાળ ગામની સરસ્વતી કન્યા છાત

VIDEO : વાંસદાના ઘોડમાળ ગામની કન્યા છાત્રાલયની ગૃહમાતાએ પોતાના ખેતરમાં  વિદ્યાર્થિનીઓ પાસે ડાંગર રોપાવ્યાં

Navsari News : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી ઘોડમાળ ગામની સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ પાસે ડાંગર રોપાવવામાં આવ્યું. છાત્રાલયના ગૃહમાતા ચંપા બગરીયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવ્યાં  હતા. આદિવાસી વિસ્તારમાં દીકરીઓને સારું અભ્યાસ મળે એ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતું હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ પાસે ડાંગરનું વાવેતર કરાવતો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાલુ વરસાદમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ છોડીને ડાંગરની વાવણીમાં જોતરાઈ હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જોકે આ અંગે ગૃહમાતાએ તેના જવાબમાં કહ્યું કે વિદ્યાર્થિનીઓ સ્વયંભૂ આવી હતી. મેં ના પાડવા છતાં પણ તેમણે મને મદદ કરવાની તૈયારી બતાવતી હતી. આ કાર્ય માટે મેં તેમના પર કોઈ દબાણ કર્યું નથી.

આ મુદ્દો વધુ ચગતા જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનર દ્વારા તપાસના આદેશ  આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો