Video: એમ.એસ. યુનિવર્સિટીમાં મારામારીનો વીડિયો વાયરલ

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં છૂટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં યુવકો એકબીજા પર પટ્ટા વડે હુમલો કરતા જોવા મળે છે. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. મારામારી કરનારા યુવકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે કે બહારના શખ્સો, તે અંગે સ્પષ્ટતા થઈ નથી. ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે અને હવે યુનિવર્સિટી તંત્રના પગલાં પર સૌની નજર છે.








