મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુંદાળાના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા સાથે મારામારી અને અપહરણના વીડિયો વાયરલ

ગીર સોમનાથ: સુત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે

ગુંદાળાના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા સાથે મારામારી અને અપહરણના વીડિયો વાયરલ

ગીર સોમનાથ: સુત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા અપહરણ મામલે મોટો ખુલાસો થયો છે. યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનો અપહરણ કરી તેની મૂછો કાપતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આરોપીઓએ અલ્ટો કારમાં દિનેશ સોલંકીનું અપહરણ કરી અમરાપુર ગામે ગોળના રાબડા પર લઇ ગયા હતા. જ્યાં તેની સાથે મારમારી કરી મૂછો કાપવામાં આવી હતી અને તેના વીડિયો બનાવવામાં આવ્યા હતા.

યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાએ કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધીમાં 7 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

શું હતો સમગ્ર મામલો? 

યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના આરોપ અનુસાર, 'ત્રણ કારમાં આવેલાં 10 થી વધુ શખસોએ મારૂં અપહરણ કર્યું હતું, જેમાં બે યુવતીઓ પણ હતી. ત્યારબાદ તેઓ કારને એક ગોળના રાબડામાં લઈ ગયાં. જ્યાં મારા કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. જેમાં કીર્તિ પટેલ એવું કહેતી હતી કે, રોયલ રાજાની મૂંછ અને વાળા સારા નથી લાગતાં, તેને કાપી નાંખો. બાદમાં હુમલાખોરોએ મારા વાળ અને મૂંછો કાપી ઢોર માર માર્યો. આ સિવાય મારી પાસે માફી મંગાવતો વીડિયો પણ બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની પણ વાત કહી હતી. આ સિવાય મારી પાસેથી 28 હજાર રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા હતાં.'

પોલીસ ફરિયાદમાં આરોપ

સમગ્ર મામલે યુટ્યુબરે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું કે, 'આ પહેલાં મેં યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ મિત કાના, અર્જુનસિંહ, કાનો અને સિદ્ધરાજ સાથે મારે માથાકૂટ થઈ હતી. ત્યારે પણ મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હું ઘંટિયા ફાટક પર રીલ બનાવતો તે સમયે ત્રણ કારમાં આવેલાં લોકો મને ઉપાડી ગયા અને ઢોર માર માર્યો. આ સિવાય મારી સોનાની ચેઇન અને 28 હજાર રોકડા પર લૂંટી ગયાં. આ સિવાય મને ધમકી આપી કે, જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશું.

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મામલે પોલીસે યુટ્યુબરની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સમગ્ર મામલાની હકીકત અને કીર્તિ પટેલની સંડોવણીની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો