મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂનમે ભક્તિનો મહાસાગર

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજના દિવસે ભગવાન શામળિયાના દર્શનનું અનેરું મહત્વ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મંદિર પરિસર 'જય શામળિયા'ના ગુંજારવથી ભક્તિમય બની ગયું છે.આજે ગર્ભગૃહને વિશેષ પુષ્પોથી ભવ્ય શણગારવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, જે ભક્તો મહિના દરમિયાન દર્શનનો લાભ ન લઈ શક્યા હોય તેઓ પૂર્ણિમાએ અચૂક પધારે છે.

આ સમાચાર શેર કરો