VIDEO : શામળાજીમાં સોમવતી અમાસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
યાત્રાધામ શામળાજીમાં આજે પવિત્ર અધિક માસના અંતિમ દિવસે અને સોમવતી અમાસના પાવન અવ

યાત્રાધામ શામળાજીમાં આજે પવિત્ર અધિક માસના અંતિમ દિવસે અને સોમવતી અમાસના પાવન અવસરે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ ખાસ દિવસે ભગવાન કાળિયા ઠાકરને આકર્ષક અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરી દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે.ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસે પિતૃમોક્ષ માટે શામળિયાના દર્શન અને પીપળાની પ્રદક્ષિણા કરવાનું અનેરું મહત્વ છે. જેને પગલે મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર પીપળાની પ્રદક્ષિણા કરી હતી.

