VIDEO: અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેશ્વો ડેમમાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ ડેમમાં પટકાતા મોટો અકસ્માત સર્જાયો
અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેશ્વો

અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેશ્વો ડેમમાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ ડેમમાં પટકાતા મોટો અકસ્માત સર્જાયો. બાઈક સાથે તેઓ માછીમારી કરતા એક વ્યક્તિ પર પડતાં માછીમાર ઇજાગ્રસ્ત થયો. માછીમારે એક વ્યક્તિને બચાવી લીધો. મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમે ડેમમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા. ઇજાગ્રસ્ત માછીમાર અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈકસવાર ત્રણેય શામળાજીના દહેગામડાના હોવાની પ્રાથમિક માહિતી છે.




