Vadodara news: જેતલપુર બ્રિજ પર યુવકનું પતંગની દોરી ગળું કપાયું, ઘટના સ્થળે જ ફસડાઈ પડતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો
વડોદરામાં પતંગની દોરીથી એક વાહન ચાલકને ગંભીર ઈજા થઈ છે. કમલ જીનગર નામનો યુવક પોતાનું વાહન લ

વડોદરામાં પતંગની દોરીથી એક વાહન ચાલકને ગંભીર ઈજા થઈ છે. કમલ જીનગર નામનો યુવક પોતાનું વાહન લઈને અલકાપુરીના જેતલપુર બ્રિજ પરથી પસાર થતો હતો, ત્યારે આ ઘટના બની હતી. જેતલપુર રોડના બ્રિજ પરથી પસાર થતાં સમયે દોરો અચાનક તેના ગળા અને ખભાના ભાગે ભરાઈ જતા કમલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યો હતો. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.




