મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હાઉસિંગના જર્જરીત ક્વાર્ટરોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ

રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગના જર્જરીત ક્વાર્ટરોને રાજકોટ મહાનગર

રાજકોટના ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગના જર્જરીત ક્વાર્ટરોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ક્વાર્ટરોમાં નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ નળ કનેક્શન કાપવા માટે ખોદવામાં આવેલા ખાડામાં સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને મામલો ગરમાયો હતો. બાદમાં સ્થાનિકોનું ટોળું પોતાની રજૂઆત કરવા માટે RMC કચેરીએ પહોંચ્યું હતું. સમગ્ર મામલે મહાનગરપાલિકા અને રહેવાસીઓ વચ્ચે ચર્ચા-વિચારણા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો