VIDEO: ગોધરામાં વારંવાર વીજ સેવા ખોરવાતા સ્થાનિકોમાં રોષ, નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
એમજીવીસીએલની વારંવાર ખોરવાતી વીજ સેવા અને સતત વીજ

એમજીવીસીએલની વારંવાર ખોરવાતી વીજ સેવા અને સતત વીજ વિક્ષેપોને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગોધરાના ગાયત્રીનગર બાકડા ગ્રૂપના આગેવાનો અને સ્થાનિક રહીશોએ બામરોલી રોડ વિસ્તારમાંથી બાઈક રેલી યોજીને GEB પાવર હાઉસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રહીશોએ એમજીવીસીએલના અધીક્ષક ઈજનેરને આવેદનપત્ર આપી વિસ્તારમાં વારંવારના વીજ વિક્ષેપ, લો-વોલ્ટેજ અને અનિયમિત વીજ પુરવઠાની ધારદાર ફરિયાદ કરી હતી.
આ સમસ્યાઓને લઈને સામાન્ય જનજીવન અને વેપાર-ધંધા ગંભીર અસર પામ્યા છે. આવેદનમાં તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.




