મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પાટડીમાં નગરપાલિકાનું વીજ કનેક્શન કાપવાની નોટિસ, તાત્કાલિક 6.68 કરોડનું બાકી બીલ ચૂકવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં નગરપાલિકાનું 6.68 કરોડ રૂપિયાનું બાકી વીજબીલ ચર્ચાનો વિષય

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં નગરપાલિકાનું 6.68 કરોડ રૂપિયાનું બાકી વીજબીલ ચર્ચાનો વિષય બન્યું છે. વીજ કનેકશન કાપવાની નોટિસ મળતાં જ નગરપાલિકા તંત્ર અને સ્થાનિક આગેવાનો હરકતમાં આવ્યા હતા. પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ અને કચેરીઓના ઉપયોગના વીજબીલો લાંબા સમયથી બાકી રહ્યા હતા. કાર્યવાહીનો ભય ઉભો થતાં તાત્કાલિક સમગ્ર 6.68 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી. પ્રથમ વખત આટલી મોટી રકમ એકસાથે ચૂકવાઈ હોવાનું સામે આવ્યું છે. ચુકવણી બાદ આગેવાનો દ્વારા ફોટોસેશન પણ કરાયું, જેને લઈને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો