VIDEO: હવે ડોક્ટરની સલાહ વગર નહીં મળે સીરપ! નવા નિયમને આવકાર
અમદાવાદમાં કેન્દ્ર સરકારના નવા સર્ક્યુલરનું તબીબો અને કેમિસ્ટ એસોસિએશને સ્વાગત કર્યુ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
અમદાવાદમાં કેન્દ્ર સરકારના નવા સર્ક્યુલરનું તબીબો અને કેમિસ્ટ એસોસિએશને સ્વાગત કર્યું છે, જેમાં પ્રિસ્ક્રિપ્શન વિના સીરપ અને દવાઓના વેચાણ પર નિયંત્રણ લાવવાનો નિર્ણય લેવાયો છે. ફેમિલી ફિઝિશિયનના મતે, દર્દીની ઉંમર અને સ્થિતિ મુજબ જ ડોઝ નક્કી કરવો અનિવાર્ય છે, અન્યથા દવા આડઅસર કરી શકે છે. હાલમાં સામાન્ય તકલીફો માટે પણ ડોક્ટરની સલાહ વિના દવા ખરીદવાનું પ્રમાણ વધુ છે. કેમિસ્ટો પણ આ નિર્ણયને સુરક્ષિત પ્રેક્ટિસ ગણાવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે, આ પગલું દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને દવાઓના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.