મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વિવાદ, કોંગ્રેસના ગંભીર આક્ષેપ

સુરતના નાસીરનગરમાં થયેલું ડિમોલિશન હવે એક મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ

સુરતના નાસીરનગરમાં થયેલું ડિમોલિશન હવે એક મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે. સાયકલવાલાએ આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે, જ્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યા તે જમીન સરકારી કે પાલિકાની નહીં, પરંતુ ખાનગી માલિકીની છે. આ ડિમોલિશન પાછળ મોટા બિલ્ડરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોવાનો તેમણે સીધો આરોપ લગાવ્યો છે.બીજી તરફ, આ મામલે રચાયેલી તપાસ કમિટી પણ શંકાના દાયરામાં છે. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી હાઈલેવલ મીટિંગ છતાં, તપાસનો રિપોર્ટ કે વિગતો જાહેર ન થતા અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો