VIDEO:નાસીરનગર ડિમોલિશન કેસમાં PMOની એન્ટ્રી? રાજ્ય તંત્ર સતર્ક
સુરતના વેડરોડ નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ગેરકાયદે ડિમોલિશનનો મુદ્દો હવે રાજ્ય કક્ષ

સુરતના વેડરોડ નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ અને ગેરકાયદે ડિમોલિશનનો મુદ્દો હવે રાજ્ય કક્ષાથી આગળ વધીને દિલ્હી સુધી પહોંચી ગયો છે. માહિતી મુજબ આ સમગ્ર મામલામાં વડાપ્રધાન કાર્યાલયની નજર પડતા રાજ્યના વહીવટી તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. શહેરી વિકાસ વિભાગ પણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. આ દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અચાનક તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી જતાં સચિવાલય અને પાલિકા વર્તુળોમાં ચર્ચા જાગી છે. સૂત્રો મુજબ તેમને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ સેમિનાર માટે બોલાવાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સત્તાવાર સ્પષ્ટતા બાદ જ હકીકત સામે આવશે.



