VIDEO : Surat કતારગામ ભૂતિયા ડિમોલિશન મામલે 6 સભ્યોની તપાસ કમિટિની રચના
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીર નગરના 100થી વધુ કાચા પાકા મકાનોના નકલી ડિ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીર નગરના 100થી વધુ કાચા પાકા મકાનોના નકલી ડિમોલિશન મામલે પાલિકા કમિશનરે ગંભીરતા દાખવી છ સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.એમ. ગજ્જર અને એમ.એમ.ડોક્ટર , તેમજ એડિશનલ સીટી ઇજનેર એમ.ડી. ચાવડા સહિત બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી પોતાનો અહેવાલ પાલિકા કમિશનરને સોંપશે, જેના આધારે જવાબદાર અને કસૂરવાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.




