VIDEO BREAKING : Surat કથિત ગેરકાયદેસર ડિમોલિશન મામલે પૂર્વ મંત્રી અને ધારાસભ્યનું આક્રમક વલણ
સુરતના કતારગામ નાસીર નગર ખાતે થયેલા કથિત ગેરકાયદેસર ડિમોલિશન મામલે પૂર્વ મં

સુરતના કતારગામ નાસીર નગર ખાતે થયેલા કથિત ગેરકાયદેસર ડિમોલિશન મામલે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ આક્રમક વલણ અપનાવીને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે SMC કમિશનર દ્વારા નિમાયેલી તપાસ કમિટીની નિષ્પક્ષતા પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, જે જવાબદાર અધિકારીઓ છે તે જ તપાસ કેવી રીતે કરી શકે? વિનુભાઈએ આ મામલે સચિવ કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કાયદેસરની પ્રક્રિયા વગર કરાયેલા આ ડિમોલિશન બદલ જવાબદાર અધિકારીઓ અને પોલીસ સામે ફોજદારી ગુનો નોંધાવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરશે અને ખાતરી આપી છે કે આ ઘટનામાં સામેલ કોઈપણ દોષિત અધિકારી બચી શકશે નહીં.




