મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નાસીરનગર ડિમોલિશન કાંડ: બિલ્ડર સાથે નેતા-અધિકારીઓના વાયરલ વીડિયો, નવા ખુલાસા

સુરતના નાસીર નગરમાં થયેલા વિવાદાસ્પદ 'ભૂતિયા' ડિમોલિશન

સુરતના નાસીર નગરમાં થયેલા વિવાદાસ્પદ 'ભૂતિયા' ડિમોલિશન મામલે હવે રાજકીય અને વહીવટી સાંઠગાંઠના પુરાવા બહાર આવી રહ્યા છે. 'પાલિયા એલીગન્સ' પ્રોજેક્ટના બિલ્ડર સંજય લાખાણી સાથે અનેક રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની નિકટતા દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.વાયરલ વીડિયોમાં સાંસદ મુકેશ દલાલ, પૂર્વ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ બિલ્ડર સાથે જોવા મળે છે. આ વીડિયો 7 ડિસેમ્બર, 2025 તથા મનપા ચૂંટણીના મતદાન સમયના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓની બિલ્ડર સાથેની ખુલ્લેઆમ તસવીરો અને વીડિયોએ સમગ્ર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો