VIDEO: સુરત શહેર અને જિલ્લામાં આજે નીટની પરીક્ષાનું ફરી આયોજન
આજે દેશભરમાં નીટની ફરી એક વખત પરીક્ષા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં પણ ચુસ્ત ત


આજે દેશભરમાં નીટની ફરી એક વખત પરીક્ષા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં પણ ચુસ્ત તૈયારીઓ જોવા મળી છે. સુરતમાંથી કુલ ૧૦ હજાર ૩૦૧ ઉમેદવારો પરીક્ષામાં બેસી રહ્યા છે. પરીક્ષાનું આયોજન પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૨ પરીક્ષા કેન્દ્રો અને 22 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.દરેક કેન્દ્ર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, ગત વર્ષે પેપર લીકની ઘટનાઓ બની હોવાથી વિદ્યાર્થીઓમાં આ વખતે પણ ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પરીક્ષા યોજાય તે માટે સંપૂર્ણ કમર કસી છે.




