Video: સુરતમાં મનપાના મિક્સર ડમ્પરે મેટ્રોની મસમોટી ગડર ઉડાવી
સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકા (SMC)ના મ
સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકા (SMC)ના મિક્સર ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મજુરા ગેટ પાસે મુકાયેલી મેટ્રો પ્રોજેક્ટની મસમોટી ગડરને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું. આ ઘટનામાં આખી મસ મોટી ગડર ઉડાવી દીધી હતી.
ઘટનાની વિગતો અનુસાર, મજુરા ગેટ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે મુકાયેલી ગડર ડમ્પર ચાલકને દેખાઈ નહીં. મિક્સર ડમ્પર પૂર ઝડપે આવી ગડર સાથે અથડાયું હતું. ઘટનામાં સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. મજુરા ગેટ એક મહત્ત્વના ઇન્ટરચેન્જ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.




