VIDEO: સુરતમાં માત્ર ૧૫ મિનિટના વરસાદમાં પાલિકાના દાવા ધોવાયા, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ
સુરતમાં ચોમાસાના આગમન સાથે જ પાલિકા તંત

સુરતમાં ચોમાસાના આગમન સાથે જ પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આજે માત્ર ૧૫ મિનિટના સરેરાશ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ઉધના બસ ડેપોથી સચિન હાઈવે તરફ જતા માર્ગ પર અંદાજે ૫૦૦ મીટર સુધીનો એક તરફનો રોડ પાણીમાં ડૂબી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકા દ્વારા વરસાદ પૂર્વે જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સુરતીઓને હાલાકી ભોગવવી પડી છે.




