મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નવસારી હાઈવે પર પોલીસ અને બુટલેગર વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, આરોપીઓ કાર છોડીને ભાગ્યા

નવસારીના રાનકુવા નજીક બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલ

નવસારીના રાનકુવા નજીક બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ બુટલેગરની ગાડીનો પીછો કરી રહી હતી, ત્યારે બુટલેગરે પોલીસ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું

.જોકે, પોલીસે ઘેરી લેતા તમામ આરોપીઓ ગાડી છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ચાર લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ભરેલી ગાડી જપ્ત કરી હતી...પોલીસે ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદાની સાથે અકસ્માતની કલમો લગાડીને ગુનો નોંધી દીધો છે. પોલીસે હવે ઝડપથી આરોપીઓને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો