મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી પોલીસે 475 જિલેટીન સ્ટીક અને 75 ડિટોનેટરનો જથ્થો ઝડપી પાડ્યો, 12 શખ્સો સામે ગુનો દાખલ

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  મોરબીના વાંકાનેર તાલુકાના સતાપર ગામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે  અદેપર રોડ પર સરકારી જમીનમાં ગેરકાયદે ખનન માટે વપરાતી 475 જિલેટીન સ્ટીક અને 75 ડિટોનેટરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

કુલ 3.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો 

પોલીસે બોલેરો ગાડી અને મોબાઈલ સહિત કુલ 3.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે 12 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. વાંકાનેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો