મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ ચોરી કરતો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ધોળા દિવસે ચાલતી ખનીજ ચોરીનો વ

તસવીર: gstv

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ધોળા દિવસે ચાલતી ખનીજ ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સતત ખનીજ ચોરી ઉપર દરોડા પાડી રહ્યા છે.

બિન્દાસ રીતે ખનીજ ચોરી કરતા હોય તેનો વીડિયો વાયરલ 

છતાં પણ ખનીજ માફિયાઓ બિન્દાસ રીતે ખનીજ ચોરી કરતા હોય તેનો વીડિયો વાયરલ થયો છે. હાલ, આ વાયરલ વીડિયોના આધારે વહીવટી તંત્રે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જોકે આ વાયરલ વીડીયોની GSTV પુષ્ટિ કરતુ નથી.

આ સમાચાર શેર કરો