VIDEO: સાબરકાંઠાકાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, પ્રાંતિજ અને તલોદ સહિતના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મેઘ મહેરથી ભીંજાયા હતા. આ પ્રથમ વરસાદમાં જ ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. ચોમાસુ પાકની વાવણીના યોગ્ય સમયે જ આ વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.