VIDEO: વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
વડોદરા શહેરમાં મોસમે અચાનક મિજાજ બદલતા વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી અનુભવાઈ

વડોદરા શહેરમાં મોસમે અચાનક મિજાજ બદલતા વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી અનુભવાઈ રહેલા ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાની સવારી આવતા લોકોને રાહત મળી છે. શહેરના રાવપુરા, સિટી વિસ્તાર, ગોત્રી, કારેલીબાગ, કોઠી અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે અચાનક વરસાદ શરૂ થતાં રસ્તા પર નીકળેલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ વાહનોની અવરજવર ધીમી બનતાં ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી.




