મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદમાં મીની વાવાઝોડા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, કાપણીના આરે ઉભેલા પાકોને નુકસાનની ભીતિ

આણંદ જિલ્લાના તારાપુરમાં આજે હવામાન પલટાયું હતુ. શહેરમાં

આણંદ જિલ્લાના તારાપુરમાં આજે હવામાન પલટાયું હતુ. શહેરમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે એકાએક મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેને કારણે બજારોમાં વેપારીઓ અને લોકો દોડતા જોવા મળ્યા હતા. તો કમોસમી વરસાદથી તારાપુર સહિત આસપાસના પંથકોના ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ખેતરોમાં હાલ કાપણીના આરે ઉભેલા ઘઉં, ડાંગર, ટામેટા, તમાકુ, બાજરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

બીજી તરફ આણંદ શહેર, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી અને ખંભાત સહિતના વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું અને પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ હળવો વરસાદ પણ નોંધાયો હતો. આ કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

આ સમાચાર શેર કરો