VIDEO: અમદાવાદની ગુજરાત કૉલેજ બહાર NSUI કાર્યકરોનું ભારે વિરોધ પ્રદર્શન
VIDEO: અમદાવાદ શહેરની શાન ગણાતી ગુજરાત કૉલેજમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહે
VIDEO: અમદાવાદ શહેરની શાન ગણાતી ગુજરાત કૉલેજમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી બિલ્ડિંગમાં ફરી એકવાર લાયબ્રેરી શરુ કરી દેવામાં આવી છે. જેનો NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ શરૂ કરાયો હતો. બે વર્ષથી જર્જરિત અને બંધ થયેલા કેમેસ્ટ્રી વર્ગમાં ફરી લાયબ્રેરી ચાલુ કરી દેવામાં આવતા NSUIએ વિરોધ કર્યો હતો.
ગુજરાત કૉલેજમાં જે ઈમારતમાં લાયબ્રેરી શરૂ કરી છે, તે જૂની પુરાણી અને ભયજનક બિલ્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓ પર જોખમ રહેલું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પીવાના પાણીની અવ્યવસ્થાથી ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત અન્ય વિવિધ માંગણીઓને લઈ NSUIના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ગુજરાત કૉલેજ કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉલેજ સંચાલકો અને તંત્રના કાને પ્રશ્નો અથડાય અને તેના ઉકેલ આવે તેવી NSUIની માંગ હતી.




