મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના વડું ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પાટણના સરસ્વતી તાલુકાના વડું ગામે ભંગાર

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. પાટણના સરસ્વતી તાલુકાના વડું ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેને લઈ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.

રહેણાંક વિસ્તારની નજીક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો

રહેણાંક વિસ્તારની નજીક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પાટણ ફાયર ફાઇટરની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે ગોડાઉનમાં રાખેલ ભંગારના માલસામાનને મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે.

આ સમાચાર શેર કરો