VIDEO: રાજકોટના નવલનગરમાં ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
રાજકોટ શહેરમાં ફરી એકવાર આગજનીનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ શહેરમાં ફરી એકવાર આગજનીનો બનાવ સામે આવ્યો છે. શહેરના નવલનગર વિસ્તારમાં આવેલા એક કેટરિંગના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી..આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક મવડી ફાયર વિભાગની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર ફાઇટર્સની ટીમે સમયસર કામગીરી કરીને આગ વધુ ફેલાય તે પહેલાં તેના પર કાબૂ મેળવી લીધો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી..જોકે, ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને ફાયર વિભાગ દ્વારા તે જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગના કારણે ગોડાઉનમાં રહેલા સામાનને નુકસાન થયું છે.




