મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ઉમરપાડામાં ફૂટવેરની દુકાનમાં લાગી ભીષણ આગ

સુરતના ઉમરપાડા બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના

સુરતના ઉમરપાડા બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ બની કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા, જેનાથી બજારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો.

 આગમાં દુકાનનો સમગ્ર ફૂટવેરનો સામાન બળીને ખાખ થઈ ગયો

સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા, પરંતુ આગની તીવ્રતા સામે તેઓ નિષ્ફળ રહ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો અને હાલ કૂલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગમાં દુકાનનો સમગ્ર ફૂટવેરનો સામાન બળીને ખાખ થઈ ગયો, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાયું છે.  

આ સમાચાર શેર કરો