VIDEO: રાજકોટની કોઠારિયા વિસ્તારની દુકાનમાં લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી એક દુકાનમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં આ આગ ભભૂકી ઉઠી હતી.
શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી
પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટના સામે આવતા જ દુકાનમાં રહેલો ધાબળા અને સ્કૂલ બેગનો સામાન બળીને ખાખ થયો છે.


