VIDEO: વાપીની GIDCમાં આવેલી પેપર મીલમાં લાગી ભીષણ આગ
વાપી GIDC ના સેકન્ડ ફેઝમાં આવેલી રામા પલ્પ એન્ડ પેપર લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હ
વાપી GIDC ના સેકન્ડ ફેઝમાં આવેલી રામા પલ્પ એન્ડ પેપર લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ચાર ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આખી રાત પાણીના છંટકાવની કામગીરી ચાલુ રહી
આખી રાત પાણીના છંટકાવની કામગીરી ચાલુ રહી હતી. ફાયર વિભાગના સતત પ્રયાસોથી સવાર સુધી આગ પર લગભગ 95 ટકા કાબુ મેળવી લેવાયો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે.



