મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vapiના કરવડ ગામના ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો

વાપી નજીક કરવડ ગામના આદર્શ નગર વિસ્તારમાં મોડી રાત્રે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠ

વાપી નજીક કરવડ ગામના આદર્શ નગર વિસ્તારમાં મોડી રાત્રે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગે આસપાસના અન્ય બાર જેટલા ભંગારના ગોડાઉનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતાં. ગોડાઉનોમાં પ્લાસ્ટિક, કાપડ અને કાગળનું મટીરીયલ મોટી માત્રામાં હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ. ઘટનાને બ્રિગેડ કોલ જાહેર થતાં વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઈટર દળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મોડી રાત્રે લાગેલી આ આગ વહેલી સવાર સુધી સળગી રહી. સદભાગ્યે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ગોડાઉન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો